ભાણવડ: કોરીખડા ગામમાં કૂવામાં ખાબકેલી સાડા પાંચ ફૂટ લાંબી મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ

  • July 18, 2026 08:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

ભાણવડ: કોરીખડા ગામમાં કૂવામાં ખાબકેલી સાડા પાંચ ફૂટ લાંબી મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ

પોરબંદરના કોરીખડા ગામમાં સૂકાડા તળાવ પાસે આવેલ દાદર સીમની વાડી વિસ્તારમાંથી એક મગરનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ નાથાભાઈ ખૂંટીની વાડીમાં આવેલી ૧૭ ફૂટ ઊંડી ખાડના ૨૦ ફૂટ ઊંડા કૂવામાં એક મગર નજરે ચડ્યો હતો. કૂવામાં મગર હોવાની જાણ થતાં જ વાડી માલિક ખીમાભાઈએ તાત્કાલિક પોરબંદર વન વિભાગના ફોરેસ્ટર એસ. આર. વકાતરને આ અંગે વાકેફ કર્યા હતા.

માહિતી મળતાની સાથે જ વન વિભાગના આરએફઓના એ. જી. ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ સ્ટાફની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં ફોરેસ્ટર એસ.આર.વકાતર, પંકજ અપારનાથી,જયદીપ મારૂ અને વિમલ મોકરિયા સહિતના સ્ટાફે ભારે જહેમત બાદ સાડા પાંચ ફૂટની લંબાઈ અને આશરે ૧૫ વર્ષની ઉંમર ધરાવતી આ માદા (ફીમેલ) મગરને કૂવામાંથી સલામત રીતે બહાર કાઢી તેનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. 
​​​​​​​
વન વિભાગની ટીમે મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ તેને તેના પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત (રિલીઝ) કરી દેતા ગ્રામજનો અને વાડી માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application