જામનગરના વેપારીઓને ખાધચીઝ વસ્તુ હળદર પાઉન્ડરમાં ભેળસેળના કેસમાં નિદોર્ષ છોડતી કૃતિયાણા કોર્ટ
આ કેસની હકિકત એવી છે કે, જામનગરમાં હાપા ઉધોગનગર સ્થિત કવોલીટી પેકર્સ તેમજ અંજની ફુડ પોડકટર્સ ઘ્વારા ઉત્પાદન કરવામાં આવેલ એસ.કે.પી. રાજારાણી હળદર પાઉડર (પેક)નો નમુનો પોરબંદર જીલ્લાના કુતિયાણા ગામના ગાંધીચોક વિસ્તાર માંથી શંકરલાલ ચંદ્રામલ નામની પેઢી માંથી પોરબંદરના ફુડ ઈન્સ્પેકટર બી.બી.વાવૈયા ઘ્વારા ખરીદી કરી લેબોરેટરી ટેસ્ટીંગ માટે પંચની હાજરીમાં પંચનામું કરી કબજે કરવામાં આવેલ હતો.
બાદમાં લીધેલ નમુનો હળદર પાઉડર ને બરોડા ખાતે એફ.એસ.એલ.લેબોરેટીમાં પરિક્ષણ માટે ફુડ ઈન્સ્પેકટર બી.બી.વાવૈયા પોરબંદર ઘ્વારા મોકલવામાં આવેલ. ફુડ એનાલીસ્ટ બરોડાના પૃથ્થકરણ અહેવાલના રીપોર્ટ માં ઉપરોકત હળદર પાઉડરમાં પિન્ક અને ઓરેજ કલર તેમજ નોન પરમિટેડ ઓઈલ ની હાજરી તેમજ ચોખાના લોટની ભેળસેળ થયાનું જાહેર થતા સદર નમુનો અને "અનસેફ ફુડ" જાહેર કરવામાં આવેલ. આમ, ઉપરોકત હળદર પાઉડર અનસેફ ફુડ જાહેર થતા અસે.કે.પી. રાજારાણી હળદર પાઉડરના પાઉચનું વેચાણ કરતી કુતિયાણાની પેઢી શંકરલાલ ચંદ્રામલ નામની પેઢીના માલિક ચંદ્રામલ જાનીમલ કેશવાણી તથા તે પેઢી ચલાવતા તેમના પુત્ર રતનલાલ ચુંદ્રામલ કેશવાણી તથા જામનગરના કવોલીટી પેકર્સ વાળા જતીનભાઈ મહેન્દ્રભાઈ પુજારા તથા અંજની ફુડ પ્રોડકસ વાળા રમેશપ્રસાદ ગોકુલપ્રસાદ તિવારી મળી કુલ ૪ આરોપીઓ સામે નાયબ કમિશ્નર (ખોરાક) વી.આર.શાહ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર ધ્વારા કુતિયાણા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપેલ.
આરોપીઓ સામે ફરીયાદ દાખલ થતા આરોપીઓ કોર્ટ સમક્ષ તેમના વકીલ ડી.એન.ભેડા મારફત હાજર થયેલ અને આરોપીઓ સામેના ગુનાનો ઈન્કાર કરેલ આથી કેસ આગળ ચાલેલ,ફરીયાદ પક્ષ ધ્વારા ફરીયાદી, પંચ અને ચાર સાહેદો મળી કુલ ૬ મૌખિક પુરાવાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલ સાથે સાથે ફરીયાદ પક્ષ ધ્વારા જુદ-જુદા ૫૩ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ.આ સમગ્ર કાનુની લડાઈ દસ થી અગિયાર વર્ષ જેવા લાંબા સમય સુધી ચાલેલ.સમગ્ર પુરાવા દરમ્યાન આરોપીઓના વકીલ ડી.એન.ભેડા મારફત દરેક પુરાવાઓ ખોટી રીતે ઉભા કરી અને રજુ કરેલા છે તેવું રેકર્ડ પર લાવેલ હતા.
બાદમાં ફરીયાદ પક્ષનો પુરાવો પુરો થયાનું જાહેર થતા ફરીયાદ પક્ષ ધ્વારા લેખિત દલીલ રજુ કરવામાં આવેલ, ત્યારબાદ આરોપી પક્ષે મૌખિક દલીલની સાથે લેખિત દલીલ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા સિધ્ધાંતો અંગેના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ ફરીયાદી તથા આરોપી બન્ને પક્ષોની દલીલો તથા પુરાવાઓ ધ્યાને લઈ ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સંદતર નિષ્ફળ ગયેલ છે. આથી તમામ આરોપીઓને આ કેસમાં નિદોષ ઠરાવી છોડી મુકવાનો કુતિયાણા કોર્ટ ઘ્વારા હુકમ કરેલ છે.
આરોપીઓ તરફે જામનગરના એડવોકેટ એન્ડ નોટરી ડી.એન.ભેડા, ધર્મેશ પરમાર, વી.ડી.બારડ,વી.એસ.ખીમાણીયા, રીના નંદા, કિન્નરી લાઠીયા, સોનલ ગોસાઈ, રેખા મેઠવાણી, સોનલ પરમાર તથા લો સ્ટુડન્સ ભાવિકા સાહિત્યા તથા ધ્રુવિન પંચોલી રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
