જામ્યુકોની ચુંટણી માટે કોંગ્રેસની પહેલી યાદીમાં ૧૮ ઉમેદવારો જાહેર
વોર્ડ નં.૧૬ના તમામ ચાર ઉમેદવાર જાહેર
જામનગર મહાનગરપાલિકા ચૂંટણી૨૦૨૬ને લઈને કોંગ્રેસ દ્વારા પોતાની પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ ૧૮ ઉમેદવારોના નામ જાહેર થતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. આપ દ્વારા પણ અડધી યાદી જાહેર થઇ ચુકી છે, કોંગ્રેસની પ્રથમ યાદી બહાર પડી છે, જયારે ભાજપની યાદી બહાર પડશે નવા સમીકરણો રચાશે તેમ જાણવા મળે છે.
કોંગ્રેસે બહાર પાડેલી યાદીમાં વોર્ડ નં. ૨ માં મહીપાલસિંહ અશોકસિંહ જાડેજા, વોર્ડ નં. ૩માં ભાવેશભાઈ બાબુભાઈ પરમાર, વોર્ડ નં. ૩ માં વિપુલભાઈ ભારદ્વાજ મહેતા, વોર્ડ નં. ૪ માં કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન એસ. નંદાણીયા, અને હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા, વોર્ડ નં. ૫ માં જીતુદાન પ્રતાપદાન ગઢવી, વોર્ડ નં. ૧૨ માં સારાહ એસ. મકવાણા, અને અસલમભાઈ મહમદહુસેન શોરા, વોર્ડ નં. ૧૩ માં શબાનાબેન અસલમભાઈ દરજાદા અને ધવલભાઈ સુરેશભાઈ નંદા, વોર્ડ નં. ૧૫ માં મરીયમબેન કાસમભાઈ સુમરા, મનોજભાઈ પરબતભાઈ ચોવટીયા, અને આનંદ રામજીભાઈ રાઠોડ, વોર્ડ નં. ૧૬ કૃષ્ણાબેન જયેશભાઈ દોમડીયા અને મીતલબેન રાજીવભાઈ વાઘેલા ના નામો જાહેર થયા છે.
કોંગ્રેસ દ્વારા પહેલી યાદી જાહેર થતા અન્ય પક્ષોમાં પણ ચહલપહલ વધવાની શક્યતા છે. આવનારા દિવસોમાં વધુ ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
