એસટી ડેપો રોડ પર મારામારીમાં પત્ની દ્વારા વળતી ફરિયાદ
શંકરટેકરીમાં બહેન પર પાઇપ વડે હુમલો કરતો ભાઇ
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને એસટી ડેપો રોડ પર પોતાની પત્ની સહિતની મહિલાઓ દ્વારા હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે મામલામાં પત્ની દ્વારા પતિ સામે હુમલા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે. જયારે શંકરટેકરી વિસ્તારમાં માતા સાથે રહેતી બહેનને કાઢી મુકવા ભાઇએ પાઇપ વડે હુમલો કરી બહેનને ઇજા પહોચાડી હતી.
જામનગર શહેરમાં પતિએ પોતાની પત્નીને જાહેર રસ્તા પર રોકી મારપીટ કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે. આ કેશના ફરિયાદી શહેનાજબેન (ઉ.વ. ૨૬, રહે. સરદારનગર, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પતિ વશીમભાઈ હાજીભાઈ ખફી સાથે અગાઉ ઘરેલુ ઝઘડા થયા હતા અને તે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આરોપી દ્વારા તે ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવતું હતું.
ત્યારબાદ તા. ૩૦ માર્ચના રોજ સાંજે એસ.ટી. ડેપો રોડ પર જ્યારે ફરીયાદી પોતાની ટુવ્હીલર પર જઈ રહી હતી, ત્યારે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો. આરોપીએ ફરીયાદીને બળજબરીથી રોકી ગાડી પરથી નીચે ઉતારી ગાળો આપી તથા શરીરે આડેધડ માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સીટી-એ ડીવીજન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અન્ય એક ફરીયાદમાં શંકરટેકરી નવી નિશાળ પાછળ રહેતા રેશમાબેન યુસુફભાઇ ખુરેશી (ઉ.વ.૨૭) નામની યુવતિએ તેના ભાઇ આરોપી અજીત યુસુફ ખુરેશી રહે. શંકરટેકરી વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદી યુવતિ તેની માતા સાથે ઘરમાં રહેતા હોય જે આરોપીને ગમતુ ન હોય આથી ફરીયાદીને ઘરમાંથી કાઢ ી મુકવા માંગતા હોય દરમ્યાન ગઇકાલે અપશબ્દો બોલી યુવતીને પાઇપ વડે માર મારી ઇજા પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
