જામનગરની મહિલાનો ફોટો એડિટ કરી વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરીયાદ

  • June 09, 2026 08:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની મહિલાનો ફોટો એડિટ કરી વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરીયાદ

રાજકોટના કોટડાસાંગાણીના એક શખ્સ સામે ફરિયાદ


જામનગરની એક મહિલાના ફોટોગ્રાફ્સનો તેની મંજૂરી વગર ઉપયોગ કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એડિટ કરેલો વીડિયો વાયરલ કરીને બદનામી પહોંચાડવાના આક્ષેપ સાથે રાજકોટના કોટડાસાંગાણીના એક શખ્સ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ સોશિયલ મીડિયા પર રીલ્સ જોતી વખતે તેમને પોતાના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ એક વીડિયો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી વિસ્તારના મનસુખ રાઠોડનો ફોટો તેમજ ફરિયાદીના ફોટોગ્રાફ્સ સાથે લખાણ ઉમેરીને એડિટિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ફરિયાદ અનુસાર વીડિયોમાં તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવું અને બદનામી થાય તેવા શબ્દો તથા ઉશ્કેરણીજનક લખાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application