કાલાવડ: સતીયા ગામમાં પ્રેમ સંબંધમાં જીવલેણ હુમલાના બનાવમાં ૨૨ શખ્સો સામે ફરિયાદ
યુવતી સહીત બે લોકો પર સશસ્ત્ર હુમલો કરી ગાળો ભાંડી હતી
યુવક-યુવતી સાથે ચાલ્યા જતા તેના મનદુ:ખમાં વાહનોમાં શખ્સોએ ગામમાં ધસી આવી આંતક મચાવ્યો હતો.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે ભારે તણાવ અને હુમલાની ઘટના સામે આવી છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુખમાં કેટલાક શખ્સો સાત જેટલી ગાડીઓમાં ધસી આવી સતીયા ગામમાં હુલ્લડ મચાવી યુવતી સહીત ૩ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ૨૨ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મયુર લાલજીભાઈ માલા આહીર (ઉ.વ.૨૯)(રેેે.સતીયા) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર તેમના કુટુંબી મહેશભાઈ મોહનભાઈ ગરચરને વીરવાવ ગામની ઋષિકાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને બંને પોતપોતાના ઘરેથી સાથે જતા રહ્યા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જ્યાં ચર્ચા દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. ફરિયાદ મુજબ, બાદમાં રાત્રિના સમયે આરોપી ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ફોન કરી ધમકી આપી હતી કે અમે લોકો ગામમાં આવીએ છીએ, તૈયાર રહેજો. ત્યારબાદ મધરાત્રિએ સફેદ બ્રેઝા, વેન, સ્કોર્પિયો, બોલેરો, આઈ-ટ્વેન્ટી અને સ્વિફ્ટ સહિતની સાત જેટલી ગાડીઓમાં આશરે પંદરથી વીસ લોકો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા અને મયુરભાઇના કાકા લખમણભાઇને ભરતે ફડાકા ઝીંકયા હતાં. ત્યારબાદ ટોળાએ ગામમાં બેફામ ગાળો બોલી લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા હતા અને લોકોને બહાર નીકળવા ધમકાવ્યા હતા. થોડા સમય બાદ ટોળું ફરી પરત આવ્યું હતું.
દરમિયાન ફરિયાદીની બહેન કુંજલબેને ગાળો બોલવાની ના પાડતા ભરતભાઈ ઝાપડાએ લોખંડના પાઈપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચવા જતા પાઈપ કપાળ ઉપર વાગતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ કાલાવડ સરકારી દવાખાને અને ત્યારબાદ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના દરમિયાન પોલીસ દોડી આવતા હુમલાખોરો ગાડીઓ મૂકી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સ્થળ પરથી બે ગાડીઓ કબ્જે લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે હુલ્લડ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી તેમજ હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ભરત કરણભાઇ ઝાપડા, ઉકાભાઇ ગોબરભાઇ ગોલતર, ચુકભાઇ રવજીભાઇ ગોલતર, સાહીલ રાતડીયા, મચ્છાભાઇ સામતભાઇ ફાંગલીયા, જયદીપ થોભણભાઇ વ સહીતા અન્ય અજાણ્યા ૧૫ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
