હાલારનું ગૌરવ: અન્ડર-૧૯ સ્ટેટ બાસ્કેટ બોલમાં નગરના તરૂણની પસંદગી

  • May 07, 2026 09:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારનું ગૌરવ: અન્ડર-૧૯ સ્ટેટ બાસ્કેટ બોલમાં નગરના તરૂણની પસંદગી

ગત તા.૩-૪-૨૬ના રોજ રાજકોટ રીબડા ગામ મુકામે ઓલ ગુજરાત અંડર ૧૯ ગુજરાત રાજય બાસ્કેટ બોલ સ્પર્ધા (બોયઝ એન્ડ ગર્લ્સ) ટુર્નામેન્ટનું આયોજન થયેલ હતું. જલ (જેરાડ) મયુરભાઇ માડમ દ્વારા ઉત્કર્ષ રમતનું પ્રદર્શન કરેલ હતું તેથી તેઓની પસંદગી ગુજરાત રાજય બાસ્કેટ બોલ અંડર ૧૯ સ્પર્ધામાં સીલેકશન થયેલ છે. તેઓનો બાસ્કેટબોલ ટીમનો કેમ્પ હાલ બરોડા મુકામે તા.૧-૫-૨૬થી ચાલુ થયેલ છે.

અત્રે નોંધનીય છે કે જલ માડમના પિતા મયુર ઘેલુભાઇ માડમ પણ બાસ્કેટબોલમાં ગુજરાત રાજયનાં સીનીયર બાસ્કેટ બોલના ટીમના સભ્ય તરીકે રમી ચુકયા છે, પિતા મયુરભાઇ માડમની સાથોસાથ જલ માડમે પણ  સમગ્ર હાલાર અને માડમ પરિવારનું ગૌરવ વધારેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application