મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે
મુખ્યમંત્રી હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે : ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે
લોકાર્પણ- ખાતમુહૂર્ત થનાર મુખ્ય કામોમાં શહેરમાં રૂ.૧૪૪.૮૫ લાખના ખર્ચે ઓક્સીજન પાર્કનું નિર્માણ, રૂ.૯૮૧ લાખના ખર્ચે ગુલાબનગર ખાતે આઈ.ટી.આઈનું બિલ્ડીંગ બનાવવાનું કામ, શાળાના નવા બિલ્ડીંગો, રૂ.૪૨૫૫.૭૪ લાખના ખર્ચે સાધના કોલોની ખાતે ૩૭૨ મકાનોનું પુનઃનિર્માણ, ગૌરવપથ, સબ સેન્ટરોના કામોનો સમાવેશ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અગામી તા.૧૯ માર્ચના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે છે. સંભવિત સવારે ૧૦:૦૦ કલાકે એરપોર્ટ ખાતે આગમન બાદ તેઓ હાપા એપીએમસી ખાતે ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૧,૨૬૧ લાખના ખર્ચે ૫૭ જેટલા વિકાસકાર્યોની ભેંટ આપશે.
હાપા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે રૂ.૮૫ લાખના ખર્ચે એ.સી. કેન્ટીન બનાવવામાં આવ્યું છે. જ્યાં ખેડૂતોને ૩૫ રૂપિયાના નહિવત દરે શુદ્ધ ભોજન મળશે. અને રૂ.૬૫ લાખના ખર્ચે ગેસ્ટહાઉસ બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતેથી વિકાસના નવા આયામ સ્થાપિત કરતા વિવિધ વિભાગોના કુલ ૫૭ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ તમામ કાર્યોમાં કુલ રૂ. ૪૧,૨૬૧.૪૩ લાખનો ખર્ચ થાય છે. જેમાંથી ૨૮ કામોનું ખાતમુહૂર્ત (રૂ. ૧૫,૩૦૦.૧૪ લાખ) તથા ૨૯ કામોનું લોકાર્પણ (રૂ. ૨૫,૯૬૧.૨૯ લાખ) કરવામાં આવશે.
અંબા વિજય સોસાયટી, વી માર્ટ પાસે રૂ.૧૪૪.૮૫ લાખના ખર્ચે થીમ આધરિત ઓક્સીજન પાર્કનું નિર્માણ
જામસાહેબશ્રી શત્રુશલ્યસિંહજી દ્વારા ૧૬૦૬૬ ચો.મી. જગ્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને લોકાપયોગી ઓકસીજન પાર્ક બનાવવાના હેતુસ૨ આપવામા આવેલ છે. અહી આશરે ૧૦૦થી વધુ વક્ષો આવેલા છે. જેને નુકશાન પહોચાડ્યા વગર આ પાર્કમા ''યોગીક ચક્રની થીમ'' આધારિત વોકિંગ ટ્રેક વાળા પાર્કનુ ડેવલોપમેન્ટ ક૨વામાં આવશે
પાર્કની વિશેષતાઓમાં સાત યોગીક ચક્રો જે ભારતીય યોગશાસ્ત્ર દ્વારા પ્રચલિત થયેલ છે. જેમા દરેક ચક્રોના પોતાના સુચિત રગો હોય છે. જેનુ નીરૂપણ આ પાર્કમા ક૨વામા આવશે. ઓકસીજન પાર્ક બનાવવા હેતુસર આ પાર્કમા "C-4" કેટેગરીના વૃક્ષોનુ વાવેત૨ ક૨વામા આવશે. "C-4" પ્રકારના વૃક્ષો વધુ કાર્યક્ષમ રીતે કાર્બન ડાયોકસાઈડ શોષવા અને ઓક્સિજનનું ઉત્સર્જન વધારે પ્રમાણમા કરે છે, જેના કારણે શહેરી પ્રદુષણ ઘટાડવામા મહત્વપુર્ણ ફાળો આપે છે.
સંસ્થા ખાતે હાલ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ, વાયરમેન, ફિટર, મિકેનિક ડિઝલ જેવા ટ્રેડ કાર્યરત છે તેમજ ઔદ્યોગિક એકમોની જરૂરિયાત મુજબ નવું મકાન ઉપલબ્ધ થયેથી ભવિષ્યમાં ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર, સોલાર ટેકનીશીયન જેવા નવા ટ્રેડ શરૂ કરવાનું તથા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટંટ તથા વાયરમેન ટ્રેડમાં બેઠકો વધારવાનું આયોજન છે. જે ધ્યાને લેતાં ભવિષ્યમાં જામનગર જિલ્લા તથા આસપાસના વિસ્તારના ૩૫૦ થી વધારે ભાઈઓ-બહેનોને તાલીમનો તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે.
આ વિકાસકાર્યો દ્વારા જામનગર જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આધુનિક સુવિધાઓમાં વધારો થશે....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
