જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ

  • June 19, 2026 07:05 AM 
  

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓ.સોસાયટી લિમિટેડ દ્વારા કુટુંબ સહાય યોજનાનો સભાસદોના વારસદારને ચેક અર્પણ

જામનગર શહેરમાં ઇન્દિરા ગાંધી માર્ગ પર આવેલ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ જામનગર દ્વારા સમય અંતરે તેમના સભાસદોને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરવામાં આવતા હોય છે.

જેના ભાગરૂપે જામનગરના રામવાડી વિસ્તારમાં રહેતા વિપુલ શીશીકાંત લવા જેને રૂપિયા ૧,૦૦,૦૦૦ ની તેમજ લાલવાડી વિસ્તારમાં રહેતા હિરુબેન બાબુલાલ કણઝારીયા જેને રૂપિયા ૧.૦૦,૦૦૦ ની તેમજ લાલવાડી વિસ્તારમાં રહેતા સાગર અરવિંદભાઈ તાલપરાને જેને રૂપિયા ૫૦,૦૦૦ ની તેમજ રણજીતસાગર રોડ વિસ્તારમાં રહેતા કાંતાબેન રમેશભાઈ ચોવટિયા જેને રૂપિયા ૨૧,૦૦૦ ની તેમજ પટેલ કોલોની વિસ્તારમાં રહેતા મલ્લિકાબેન દેવેન્ન્દ્રભાઈ વાઘજીયાણીને રૂપિયા ૨૧૦૦૦ ની તેમજ કૈલાશનગર વિસ્તારમાં રહેતા અનિતાબેન કિશોરભાઈ ભીંડીને ૨૧૦૦૦ હજારની સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો હતો. 

​​​​​​​આ સમયે સોસાયટીના ચેરમેન દિનેશભાઈ એમ. ડાંગરિયા, મેનેજીંગ ડીરેક્ટર રમેશભાઈ એચ. પણસારા તેમજ ડીરેક્ટર મગનભાઈ ચાંગાણી, વસરામભાઈ ચોવટિયા, ભાણજીભાઈ પાંભર, રમેશભાઈ ગોરસિયા, કરશનભાઈ ટીંબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application