જામનગર: જામજોધપુરના પરડવામાં ૩ મહિલા સહિત ૯ જુગારીની અટક

  • July 21, 2026 06:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરના પરડવામાં ૩ મહિલા સહિત ૯ જુગારીની અટક

ગંજીપતા અને ૧૧ હજારની રોકડ જપ્ત : વર્લીનો જુગાર રમતા પાળેશ્ર્વરનો શખ્સ ઝબ્બે

જામજોધપુરના પરડવાની ભાણપર સોસાયટી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિતના ૯ જુગારીની અટકાયત કરવામાં આવી હતી, જયારે પાળેશ્ર્વર વિસ્તારના શખ્સને વર્લીનો જુગાર રમતા પકડી લેવાયો છે.

જામજોધપુરના પરડવા ગામની ભાણપર સોસાયટી વિસ્તારમાં ઝાડ નીચે સ્ત્રી-પુરૂષો ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકતના આધારે સ્થાનીક પોલીસે દરોડો પાડયો હતો જેમાં તિનપતીનો જુગાર રમતા પરડવા ગામના સવજી રૂડા વિંજુડા, પરેશ વલ્લભ કટારીયા, ઇસ્માઇલ મામદ જખરાણી, રામ બાબુ ગાંગડીયા, ખાગેશ્રી ગામના બાવનજી મંગા ભટાસણીયા, પ્રાસલા ગામના વિશાલ ગોવિંદ ગુજરાતી, પરડવા ગામના જલ્પાબેન રામ ગાંગડીયા, હંસાબેન મુકેશ ગુજરાતી અને શોભનાબેન દેવા ગુજરાતીની અટકાયત કરાઇ હતી.
​​​​​​​
પોલીસે દરોડા દરમ્યાન ૧૧૭૨૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા આ ઉપરાંત જામજોધપુર પોલીસ દ્વારા ગામના પટેલ સમાજ પાસેના વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા પાળેશ્ર્વરનેસ વિસ્તારમાં રહેતા બધા રામા છેલાણા નામના શખ્સને ૫૦૦ ‚પીયાની રોકડ અને એક કાપલી સાથે દબોચી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application