જામનગર: ધણશેરીની ખાડમાં દુકાનમાંથી રોકડા ચોરી કરનાર પકડાયો
સીસી ફુટેજની મદદથી શખ્સને ૯૦૦૦ની રોકડ સાથે અટકમાં લીધો
જામનગર ધણશેરીની ખાડમાં દુકાનમાંથી રોકડા ૨૪ હજારની ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં સીસી ફુટેજની મદદથી પોલીસે તપાસ કરીને એક શખ્સને પકડી લીધો હતો.
ધણશેરીની ખાડમાં આવેલ બાબજી સીરામીક એન્ડ સેનેટરી નામની દુકાનમાં તાજેતરમાં ટેબલના ખાનામાંથી ૨૪ હજાર રોકડની ચોરી થઇ હતી જેમાં શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી હતી આથી આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, સીટી-બી પીઆઇ એન.એમ. ગઢવી, સ્કવોડના પીએસઆઇ ડી.જી. રાજના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સીસી ફુટેજની ચકાસણી કરવામાં આવી હતી, કેમેરામાં કેદ શખ્સ બાબતે તપાસ લંબાવી હતી અને બાતમીદારોને આ બાબતે ફોટો મોકલી જાણ કરી હતી.
દરમ્યાનમાં સ્ટાફના પ્રહલાદસિંહ, નિલેશભાઇ, જયપાલસિંહને બાતમી મળેલ કે ચોરીનો આરોપી ગીતા લોજની પાછળ હાજર છે, દરમ્યાન પંચને સાથે રાખી ઉપરોકત સ્થળે જઇને દિગ્જામ સર્કલ બાવરીવાસ ખાતે રહેતા રાજ લલ્લુભાઇ કોળીને પકડી લીધો હતો, અંગજડતી કરતા ખિસ્સામાંથી ૯ હજારની રોકડ મળી આવી હતી અને દુકાનમાં ટેબલમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
