જામનગરમાં જુના આવાસમાં શ્રમિક આધેડનો મૃતદેહ મળી આવ્યો

  • June 19, 2026 06:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જુના આવાસમાં શ્રમિક આધેડનો મૃતદેહ મળી આવ્યો

શરીર ફૂલેલી હાલતમાં મળી આવતાં પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમ  સહિતની તપાસ કાર્યવાહી

જામનગર શહેરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા જૂના આવાસના એક મકાનમાંથી આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસ શ‚ કરવામાં આવી છે.

જામનગરના અંધાશ્રમ જૂનું આવાસ, બ્લોક નં. ૩૭, રૂમ નં. ૦૨માં ભાડે રહેતા દિલીપભાઈ ચમનભાઈ પોલરા (ઉ.વ. ૫૭), મજૂરી કામ કરતા હતા. તેઓ પોતાના રહેણાંક મકાનના રસોડામાં જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીરની ચામડી ઉખડી ગયેલી તેમજ શરીર ફૂલેલી હાલતમાં જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મકાન માલિક કિશોરભાઈ વિરજીભાઈ વાડોલીયાની જાણના આધારે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application