બંગાળમાં ભાજપની ભવ્ય વિજયને ખંભાળીયામાં વધાવાઈ
બંગાળ સહિત જુદા જુદા પાંચ રાજ્યમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભાની રસાકસીભરી અને ઇંતેજારીભરી ચૂંટણીમાં ભાજપે ખાસ કરીને પડકારરૂપ એવા બંગાળ રાજ્યમાં વટભેર વિજય મેળવ્યો છે. આ સાથે અન્ય રાજ્યમાં પણ નોંધપાત્ર સીટો સાથે સત્તા ગ્રહણ કરતા ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.
બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપના ભવ્ય વિજય તેમજ તામિલનાડુ અને કેરળમાં આઝાદી પછીના ઐતિહાસિક પ્રદર્શનને વધાવવા માટે ગઈકાલે સોમવારે સાંજે ખંભાળિયામાં વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપની આ ઐતિહાસિક જીતની ઉજવણી માટે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જોધપુર ગેઈટ ચોકમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના વડપણ હેઠળ ભાજપના હોદ્દેદારો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને બંગાળમાં મમતા દીદીના ગઢમાં બેવડી સદી થી વધુ બેઠક મેળવતા આ ભવ્ય વિજયોત્સવના આયોજન અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ચૂંટણીના ઇન્ચાર્જ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા સહિતના હોદ્દેદારોએ ગગનભેદી વિજયનાદ સાથે ફટાકડા અને આતશબાજીની રમઝટ બોલાવી હતી. આ સાથે અહીં ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવાયા હતા.
આ વિજયોત્સવમાં પ્રમુખ મયુરભાઈ ગઢવી, કાઉન્સિલર રસિકભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, મોહિતભાઈ મોટાણી, રાજ પાબારી, રવિ ગોકાણી, નિકુંજ વ્યાસ સહિતના આગેવાનો-હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય જીતને હોંશભેર વધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
