ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેતું ભાજપ
બાદમાં ૨૮ એપ્રિલ ના રોજ અત્રેની સરકારી વિનયન કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી નો પ્રારંભ થયો હતો. શરૂઆતથી જ ભાજપ તરફી પરિણામ આવતા ટેકેદારોમાં હર્ષની લાગણી છવાઈ હતી.
પરિણામના અંતે ભાજપ એ ભાણવડ તાલુકા પંચાયતમાં ૧૬ બેઠકમાંથી ૧૪ બેઠક કબજે કરી કોંગ્રેસ પાસેથી સત્તા ખેંચવામાં સફળ થઈ છે કોંગ્રેસને તાલુકા પંચાયતમાં એક પણ બેઠક નહીં મળતા તેનો સંપૂર્ણ સફાયો થયો હતો જ્યારે આપે તાલુકા પંચાયતમાં ૨ બેઠક પર વિજય મેળવી જીતના શ્રી ગણેશ કર્યા હતા.
જ્યારે ભાણવડ વિસ્તારમાં જિલ્લા પંચાયતની આવતી ચારેય બેઠકો પર પણ ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ તેમજ આપનો કારમો પરાજય થયો છે. મતગણતરી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા તેમજ મત ગણતરી સ્થળ પર વહીવટી તંત્ર દ્વારા ખુબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને શાંતિપૂર્ણ રીતે ગણતરી પૂર્ણ કરવામાં આવી હતી.
ભાણવડ તાલુકા પંચાયતમાં ૧૬ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૧૪ બેઠકો ઉપર કબ્જો મેળવ્યો છે તેમજ ૨ બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઇ છે, જેમાં ભેનકવડ -રેમતબેન જુમાં વીંધાની (ભાજપ), ઢેબર -મેરામણ રાણા મોરી (ભાજપ), ગળું -રમીલાબેન કિરણભાઇ નનેરા (ભાજપ), કાટકોલા -શાંતિબેન લખમણ ગાગલિયા (આપ), ચોખંડા - ચેતન સોમતભાઇ નંદાણીયા(આપ), મેવાસા - પ્રતિમાબેન રાકેશભાઇ બગડા(ભાજપ), મોટા કાલાવડ -ટપુ દેવા ગોજીયા (ભાજપ), જામ રોજીવાળા - સાવીતાબેન ગોવિંદભાઇ નનેરા (ભાજપ), પાસ્તર - અરવિંદભાઈ કાનાભાઈ કારેણા (ભાજપ), રાણપર -રાજુભાઇ આલાભાઈ કોળિયાતર (ભાજપ), મોરઝર - રમેશ હરિલાલ કારેણા (ભાજપ), શિવા -જોશનાબેન સંજયભાઈ રાવલિયા (ભાજપ), નવાગામ - પ્રિતેશ વિનુભાઈ ડાંગર (ભાજપ), રૂપામોરા - સતીષ ગોવિંદભાઇ કારેણા (ભાજપ), સણખલા -નાથીબેન ગોવાભાઇ કરમુર (ભાજપ) તેમજ વેરાડ - નયનાબેન ચેતનભાઈ નકુમ (ભાજપ)ના વિજેતા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
