વિશ્વ ચકલી દિનની ઉજવણી નિમિતે જામનગરના પક્ષી પ્રેમી દ્વારા માટીના માળા અને પાણી માટેના કુંડાનું સતત ૧૭ મા વર્ષે વિતરણ કરાયું.
જામનગરના પક્ષીપ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતા બર્ડસેવર ફિરોઝખાન પઠાણ અને તેમના ગ્રુપ દ્વારા સતત ૧૭ મા વરસે ચકલીના માળા અને પક્ષીઓને પાણી માટે ના કુંડાનું ફ્રી વિતરણ કરવાનો કાર્યક્રમ તિનબતી ચોક ખાતે યોજવામાં આવેલ.
આ ભગીરથ કાર્યના ૧૬ વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલ આ સેવા યજ્ઞમાં આ વરસે જાણીતા ઉધોગપતિ સુજાતા બ્રાસ કંપોનન્ટસ ના સુજીતભાઇ અને વિજયભાઇ નકુમના સહયોગથી એક હજાર થી વધુ માટીના માળા અને કુંડાનું પક્ષીપ્રેમી જનતામાં વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે મરીન વિભાગના એસીએફ પ્રતિક જોશી,જયપાલસિંહ જાડેજા,ગુજરાતમાંથી આવેલા બર્ડ વોચર્સ,વન વિભાગના અધિકારીઓ તથા જામનગરની વિવિધ પર્યાવરણ સંસ્થાઓના હોદેદારો ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યને સફળ બનાવવા ફિરોઝખાન સાથે પક્ષીપ્રેમી મિત્રો વિશ્વાસ ઠકકર, અશ્વીન ત્રિવેદી,જુમા સફીયા,કિશોરભાઇ પિઠડીયા,આનંદ પ્રજાપતિ વિગેરે એ જહેમત ઉઠાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
