ભોપલકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

  • April 11, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભોપલકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

૨૨૦ બોટલ તથા મોબાઇલ કબ્જે : પોરબંદરના શખ્સનું નામ ખુલ્યુ 


કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા વિજયસિંહ હરિસિંહ જાડેજા નામના ૩૬ વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે મંગાવવામાં આવેલી વિદેશી દારૂની ૨૨૦ બોટલ પોલીસે કબજે કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂ. ૩૪,૫૯૦ ની કિંમતના શરાબ તથા ૧૦,૦૦૦ની કિંમતના મોબાઈલ ફોન સાથે આરોપીની અટકાયત કરી હતી.


આ પ્રકરણમાં સપ્લાયર તરીકે પોરબંદરના રહીશ રવિ રબારીનું નામ ખુલવા પામ્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application