દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ પર તંત્ર દ્વારા જાહેર કરાયા પ્રતિબંધો

  • May 27, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: શિવરાજપુર બીચ પર તંત્ર દ્વારા જાહેર કરાયા પ્રતિબંધો

નિર્ધારિત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ તથા ફિશિંગ જેવી પ્રવૃત્તિઓ તથા વાહનોની અવરજવર પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલા અને બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યા છે. જે મુજબ શિવરાજપુર બિચ પર બાથીંગ અને સ્વિમિંગ ઝોન તરીકે નક્કી કરાયેલ સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા. ૩૧ મે સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ ઉપરાંત શિવરાજપુર બીચના લાઇટ હાઉસ (સર્વે નંબર ૫૮) થી -૨ પોઇન્ટ સુધીના શિવરાજપુર બીચ વિસ્તારમાં ૫ કિ.મી. ત્રિજયા વિસ્તાર અને  થી ૩૦૦ મીટર ભૂમિ તરફના વિસ્તારમાં જાહેર અથવા ખાનગી વાહન ચલાવવું અથવા તેનો ઉપયોગ કરવા પર તારીખ ૨૩ જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધિત લગાવાયો છે.

શિવરાજપુર બીજ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ ઉપરાંત, નિયત સ્વિમ એરિયામાં વોટર સ્પોર્ટસ કે ફિશિંગની મનાઈ કરવામાં આવી છે. આ જાહેરનામું તા. ૨૩ જુલાઈ સુધી અમલમાં રહેશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application