જામનગર : શાપર ગામમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર હુમલો

  • May 06, 2026 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર : શાપર ગામમાં પ્રેમ લગ્નનો ખાર રાખી યુવાન પર હુમલો

ધોકા અને ઢીકકા પાટુ વડે માર માર્યો:બે શખ્સ વિરૂઘ્ધ ફરીયાદ 

જામનગરના શાપર ગામ પાસે પ્રેમ લગ્નનો ખાર રાખી એક યુવાન પર હુમલો કરી ધમકી દિધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.

જામનગર તાલુકાના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર સંજય હરેશભાઇ ભાંભી ઉં.૨૨ નામના યુવાને આરોપી પરીવારની પુત્રી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જનું મનદુ:ખ રાખીને ફરીયાદી સંજય તથા સાહેદ અજય બંને ગઇકાલે મોરટસાઇકલ લઇને ઘરેથી સિકકા પાટીયા તરફ જતા હતા ત્યારે શાપર પાસે આરોપીઓ જયપીટર બાઇકમાં પાછળથી આવી ફરીયાદીએ બાઇક ઉભુ રાખતા આરોપીઓએ ધોકા અને ઢીકકા પાટુ વડે ફરીયાદીને માર માર્યો હતો.

ઉતરાંત ધમકી આપી હતી કે હવે પછી ગામમાં દેખાતો નહી આમ એકબીજાને મદદગારી કરી હતી આ બનાવ અંગે સંજયભાઇ દ્વારા ગઇકાલે સિકકા પાોલીસ સ્ટેશનમાં શાપર ગામના ભગવાનજી પરબત રાઠોડ અને હરેશ પરબત રાઠોડની વિરૂઘ્ધ​​​​​​​ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application