જામનગર: અલીયા ગામના ઉપસરપંચ પર ધોકા વડે હુમલો

  • July 18, 2026 08:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: અલીયા ગામના ઉપસરપંચ પર ધોકા વડે હુમલો

જીઇબીમાં લાઇનની અરજી કેમ કરેલ તેમ કહીને એક શખ્સે માર માર્યો

જામનગર નજીક અલીયા ગામ રેલ્વે ફાટક પાસે ગઇકાલે સાંજે ઉપસરપંચ પર બેઝબોલના ધોકા વડે હુમલો કરીને હાથ-પગમાં ઇજા પહોચાડયાની એક શખ્સ વિરુઘ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી રહી છે. 

જામનગરના ગ્રીનસીટી ખાતે રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા તેમજ અલીયા ગામ પંચાયતના ઉપ સરપંચ તરીકે સેવા આપતા પાર્થ પ્રકાશભાઇ હરીયાણી (ઉ.વ.૩૦)  ગઇકાલે અલીયા ગામેથી પોતાની ફોરવ્હીલ ગાડી લઇને સાંજના સુમારે જામનગર તરફ આવતા હતા, દરમ્યાન ફાટક પાસે પહોચતા રસ્તામાં આરોપી મોટરસાયકલ લઇને આવ્યો હતો અને ફરીયાદીની ગાડી ઉભી રખાવીને જીઇબીમાં લાઇટની અરજી કેમ કરી તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. 

દરમ્યાનમાં બેઝબોલના ધોકા વડે ફરીયાદી પર આડેધડ હુમલો કરી માર મારી ગોઠણ પાસે અને ટચલી આંગળીમાં ફ્રેકચર જેવી તેમજ શરીરે મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 
​​​​​​​
ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે પાર્થભાઇ હરીયાણી દ્વારા પંચ-એમાં ઇમરાન જુણેજા નામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application