જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ પર જીવલેણ હુમલો

  • June 24, 2026 04:36 AM 

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ પર જીવલેણ હુમલો

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ અંબર ચોકડીથી જૂના રેલવે સ્ટેશન સુધીના વિસ્તાર નીચે આવેલા બાવરી વાસમાં દબાણ દૂર કરવાની કામગીરી માટે પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ વિરોધ નોંધાવી ટીમ પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ ટીમના સભ્યો પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો તેમજ પથ્થરમારો અને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એસ્ટેટ શાખાના વિજયસિંહ ઝાલા, ચેતનસિંહ જાડેજા, વિજય રાઠોડ અને મહીપત દાઉદીયા ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.

ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર રાકેશ ડેર,સ્ટેનીંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, અને શાસક પક્ષના નેતા અમર મોદી, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિત કર્મચારીઓના પર હુમલા ની ઘટના બાદ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application