જામનગર: દિગ્જામ સર્કલ પાસે રેતીના પૈસાના મામલે કોન્ટ્રાકટર પર હુમલો

  • June 26, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: દિગ્જામ સર્કલ પાસે રેતીના પૈસાના મામલે કોન્ટ્રાકટર પર હુમલો

ઢીકાપાટુ અને છરી વડે માર મારી ધમકી દીધી : એક શખ્સ સામે રાવ 

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગત રાત્રીના રેતીના પૈસાની ઉઘરાણીના મામલે પડાણાના કોન્ટ્રાકટર પર છરી વડે હુમલો કરી ધમકી દીધાની જામનગરના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

પડાણા ગામમાં બેન્કની બાજુમાં રહેતા કોન્ટ્રાકટર પ્રદિપસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.૩૨) નામનો યુવાન રેતી વેચવાનો કોન્ટ્રાકટ રાખતા હોય અને આરોપીને રેતીની એક ગાડીની જરુર હોય જેથી તેને ત્યાં એક ગાડી ઉતારી આપી હતી જેના રુ. ૩૦ હજારની ફરીયાદીએ માંગણી કરી હતી.

દરમ્યાન ગઇકાલે રાત્રે દિગ્જામ સર્કલ પેટ્રોલ પંપની પાસે આરોપીએ ફરીયાદીને બોલાવી રુપીયા આપવાની ના પાડી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી વડે હુમલો કરી ફરીયાદીને વાંસાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા.
​​​​​​​
ઉપરાંત જતા જતા હવે રૂપીયા માંગ્યા છે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે પ્રદિપસિંહ પરમાર દ્વારા સીટી-સી ડીવીઝનમાં જામનગરના પ્રદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સ વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ખલીફા તપાસ ચલાવી રહયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application