જામનગરમાં વડાપ્રધાનના અભિવાદન સમારોહમાં સિદી બાદશાહ ગ્રુપના કલાકારોએ જમાવ્યો રંગ

  • May 11, 2026 06:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વડાપ્રધાનના અભિવાદન સમારોહમાં સિદી બાદશાહ ગ્રુપના કલાકારોએ જમાવ્યો રંગ

આકર્ષક ડાન્સ અને એરિયલ પ્રયોગોથી દર્શકો રોમાંચિત: કલાને લોકોએ બિરદાવી

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સિદી બાદશાહ ગ્રૂપની ભવ્ય રજૂઆત વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિદી બાદશાહ ગ્રૂપના કલાકારો દ્વારા રંગબેરંગી વેશભૂષા અને ઊર્જાસભર તાલ સાથે મનમોહક ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

સ્ટેજ પર કલાકારોએ પરંપરાગત અને આધુનિક સંગીતના સંયોજન સાથે પોતાની કલાત્મક રજૂઆત કરી હતી. સાથે સાથે કેટલાક વિશેષ એરિયલ અને આર્ટ પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. સિદી બાદશાહ ગ્રૂપના કલાકારોના તાલમેલભર્યા ડાન્સ, સ્ટેજ પ્રેઝન્ટેશન અને સર્જનાત્મક રજૂઆતને લોકો દ્વારા ભારે તાળીઓના ગડગડાટ સાથે વધાવવામાં આવી હતી. 

કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને સાંસ્કૃતિક રંગોથી છલકાઈ ઊઠ્યું હતું. વડાપ્રધાન મોદીના આગમનને લઈને જામનગરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારો અને વિવિધ ગ્રૂપો દ્વારા પોતાની આગવી ઓળખ અને કલાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application