જામનગર: લીમડા લાઇનમાં વેપારી સાથે બબાલ : પોલીસ પહોંચી

  • July 01, 2026 08:48 AM 

જામનગર: લીમડા લાઇનમાં વેપારી સાથે બબાલ : પોલીસ પહોંચી

જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં ગઇકાલે સાંજે એક શખ્સે મોબાઇલના વેપારી સાથે ઉગ્ર બોલાચાલી અને બબાલ કરી હતી દરમ્યાનમાં દેકારો બોલતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ ટુકડી પણ સ્થળ પર પહોંચી હતી જયાં પોલીસ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં એક શખ્સને પોલીસ મથકે લઇ જઇ ફરીયાદ અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એવી પણ વિગત જાણવા મળી હતી કે, દુકાન માલિકે કોઇ કારણસર વેપારીની સાથે બોલાચાલી કરીને ફડાકો ઝીંકી દીધો હતો. વિધિવત ફરીયાદ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application