દેવભૂમિ દ્વારકાના નવા ડીડીઓની નિમણૂંક

  • July 23, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકાના નવા ડીડીઓની નિમણૂંક

રાજ્ય સરકારના વહીવટી ફેરબદલમાં ૨૮ આઈએએસ અધિકારીઓની બદલીના ઓર્ડર: નવા જિલ્લા વિકાસ અધિકારીને જવાબદારી સોંપાઈ

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરબદલ કરતાં ભારતીય વહીવટી સેવાના કુલ ૨૮ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યા છે. આ ફેરબદલ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ નવા જિલ્લા વિકાસ અધિકારી મળ્યા છે.

રાજકોટ સ્થિત પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કે.પી. જોષીની બદલી કરીને તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ નિર્ણય સાથે જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અને ગ્રામ વિકાસ યોજનાઓના અમલીકરણની જવાબદારી હવે તેમની પાસે રહેશે.

સરકારે જાહેર કરેલા આદેશ મુજબ દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા અધિકારીને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કે.પી. જોષી ટૂંક સમયમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા છે.
​​​​​​​
રાજ્યવ્યાપી આ વહીવટી ફેરબદલનો હેતુ વિવિધ વિભાગોમાં કામગીરીને વધુ અસરકારક બનાવવાનો તેમજ વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂંકને લઈને વહીવટી તંત્રમાં પણ નવી જવાબદારીઓનું વિતરણ શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application