છાત્રો પર લાઠીચાર્જના વિરોધમાં જામનગરમાં કોંગીના દેખાવ, ૩૫ કાર્યકરોની અટકાયત

  • July 22, 2026 09:00 AM 

છાત્રો પર લાઠીચાર્જના વિરોધમાં જામનગરમાં કોંગીના દેખાવ, ૩૫ કાર્યકરોની અટકાયત

નીટ પેપર લીક કૌંભાડના વિરોધમાં દીલ્હીમાં જંતર મંતર ખાતે સીજેપીના આગેવાનો અને કાર્યકરો તથા વિધાર્થીઓ ધરણાં કરી વિરોધ પ્રદર્શીત કરી રહ્યા છે. ગઇકાલે પોલીસ દ્વારા વિધાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પીએમ હાઉસની સામે ધરણાં પર બેસેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની પણ પોલીસે અટકાયત કરી હતી. વિધાર્થીઓ પર લાઠીચાર્જના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આ કાર્યવાહીના વિરોધમાં બુધવારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા શહેર કાર્યાલય પાસે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને દેખાવ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં કોંગીના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, મનપાના વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા, નગરસેવિકા સહારાબેન મકવાણા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં. પોલીસે સૂત્રોચ્ચાર અને દેખાવ કરી રહેલા કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application