જામનગર: યુવાનનું અપહરણ કરી માર મારી અને લૂંટ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

  • June 22, 2026 08:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: યુવાનનું અપહરણ કરી માર મારી અને લૂંટ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

તપાસનીશ અધીકારીની જામીન રદ કરવાની અરજી નામંજુર

ફરીયાદી શીવમભાઇ ધનજીભાઇ રાણેવાડીયાએ જામનગર સીટી બી ડીવીઝન પોલીસમાં આપેલી ફરીયાદીની વીગત મુજબ ફરીયાદી તેમના માતાની તબીયત ખરાબ હોય નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં આવેલા દવાખાને સારવાર કરવા ગયેલા ત્યાં નવાગામ ઘેડમાં રહેતા રોહીત શીંગાળા આવેલ અને કહેલ કે ઉભોરે સાગર પરમારને તારૂ કામ છે જેથી મે કહેલ કે મારે કામ છે તેમ છતાં રોહીત શીંગાળાએ મને જબરજસ્તી રોકી રાખેલ અને સાગર પરમારને ફોન કરી બોલાવેલ ત્યારબાદ એક રીક્ષામાં સાગર પરમાર તથા વિપુલ પરમાર તથા આરીફ સુમરા આવેલ અને રોહીત શીંગાળાએ કહેલ કે આને લઇ જાવ જેથી સાગર આવી મારો કાઠલો ખેચી લીધેલ અને મારી મોટરસાયકલની ચાવી લઇ લીધેલી અને મારી જ મોટર સાયકલમાં બેસાડી મને ઇન્દીરા સોસાયટી મધુરમ સોસાયટીમાં લઇ ગયેલા અને ત્યાં એક અજાણ્યા વ્યકતી રીક્ષા લઇને આવેલ અને મને તેમાં જબરજસ્તીથી બેસાડી લઇ ગયેલ અને મોબાઇલની લૂંટ ચલાવેલ વિગેરે હીકીકતો સહીતની હકીકતો વાળી ફરીયાદ આપતા બીએનએસ કલમ મુજબનો ગુનો નોંધાયેલ હતો.

આરોપી રોહીત શીંગાળા,સાગર પરમાર, વીપુલ પરમાર તથા આરીફ આમરોણીયાના ઓને ધોરણસર અટક કરવામાં આવેલ.આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળાની અટક કરવામાં અવેલ અને કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરવામાં આવેલ જે રીમાંડ નામંજુર થતાં જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ.

જેથી આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા દ્વારા તેમના વકીલ અશોક એચ.જોશી દ્વારા જામીન પર છુટવા માટે કોર્ટમાં અરજી કરવામાં આવેલ જે જામીન અરજી દરમ્યાન તપાસનીસ અધીકારી દ્વારા રોહીત ઉર્ફે ગાંડો વીશાલભાઈ શીંગાળા સામે જામનગર સીટી બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ અન્ય ગુન્હાનામાં જામીન રદ કરવા અરજી કરવામાં આવેલ.જે જામીન અરજી તથા જામીન રદ કરવાની અરજી અન્વયે અરજદાર રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળાએ તેમના વકીલ મારફત કોર્ટમાં દલીલો કરવામાં આવેલ રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળાના વકીલ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે,આરોપી નિર્દોષ છે ગુનાના કામે ખોટી રીતે શંડોવી દેવામાં આવેલ છે જેથી જમીન મુકત કરવા રજુઆત કરેલ અને જામીન રદ કરવાની અરજીમાં જણાવેલ કારણોસર જામીન રદ કરી શકાય નહી તેવી રજુઆત કરવામાં આવતા કોર્ટ દ્વારા રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળાને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે તેમજ જામીન મીકેનીકલી રદ કરી શકાય તેમ જણાવી અને તપાસનીસ અધીકારી દ્વારા કરવામાં આવેલ જામીન રદ કરવાની અરજી નામંજુર કરવામાં આવેલ છે.રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઈ શીંગાળાના વકીલ તરીકે અશોક એચ.જોશી રોકાયેલા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application