જામનગરના ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ-ખંડણી તથા હત્યા કેસમાં આરોપીને આજીવન કારાવાસ
આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યકતીને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડે-સેસન્સ કોર્ટ : અદાલતે કુલ ૧૧૩ પાનાનો વિસ્તૃત ચુકાદો ફરમાવ્યો
જામનગરના ઉદ્યોગપતિના સગીર પુત્રના અપહરણ-ખંડણી અને હત્યાના ચકચારી કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને દંડ ફટકાર્યો છે.
આ કેશની હકીકત એવી છે કે, જામનગર શહેરમાં તા. ૩૧/૦૮/૨૦૧૬ ના રોજ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં જામનગર ના બ્રાસપાર્ટનો ધંધો કરતા જાણીતા ઉધોગપતી સોની કિશોરભાઇ વીઠ્ઠલભાઇ થડેશ્વરના સગીર પુત્ર કરણ કે જે, જે-તે સમયે સત્ય સાઇ સ્કુલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતો હતો, તેનું અપહણ કરી રુપીયા બે કરોડની ખંડણી માંગી સગીર કરણનું ખુન નીપજાવવના તથા સગીર કરણનો મોબાઇલ તથા સોનાનો ચેઇન ઓળવી જવાના ચકચારી અને ગંભીર ગુનાના કામે જામનગર પોલીસે આરોપી મયંક મનસુખભાઇ સંધાણીની ધરપકડ કરેલ હતી અને આરોપી મયંક સંધાણીની આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૬૪ (ક) તથા આઇ.પી.સી. કલમ-૪૦૪ નો ગુન્હો નોંધી જામનગર કોર્ટમાં કેસ દાખલ કરેલ આ ધટનાથી હાલારમાં હાહાકાર મચી ગયેલ હતો, ઉપરોક્ત કેસ જામનગરના બીજા એડી. સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કારાવાસ તથા દંડની સખત કેદની સજા ફરમાવી છે.
આ કેશ બીજા એડીશ્નલ સેસન્સ જજ વી.પી. અગરવાલની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે વિસ્તૃત ૧૧૩ પાનાનું જજમેન્ટ ફરમાવેલ છે, અને આરોપી મયંકને ખૂન, ખંડણીના આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૬૪ (ક) ના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કારાવાસની સખત કેદની સજા અને આઇ.પી.સી. કલમ-૪૦૪ માં બે (ર) વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે, અને આરોપીને રૂા. ૧,૧૦,૦૦૦/- (અંકે રુપીયા એક લાખ દશ હજાર) નો દંડ ફરમાવેલ છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ કેદની સજા ફરમાવેલ છે, આરોપી દંડ ભર્યેથી તેમાથી રૂા. એક લાખ પૂરા ફરીયાદી કીશોરભાઇ થડેશ્વરને ચુકવવાનો હુકમ કોર્ટે કરેલ છે.
આ ચકચારી કેશમાં ફરીયાદ પક્ષે કુલ ૩૦ સાહેદોને તપાસાયેલ હતા અને કુલ ૮૪ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ હતા અને ફરીયાદ પક્ષે સાંયોગીક પુરાવાની તમામ કડીઓ નિ:શંકપણે પુરવાર કરેલ છે.
આ કેસમાં સરકાર પક્ષે ખાસ નિયત કરાયેલા સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે સીનીયર એડવોકેટ અનીલભાઇ દેશાઇએ ફરીયાદ પક્ષના કેસના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટનાં ચુકાદાઓ રજુ કરેલ હતા, કોર્ટે તેના ચુકાદામાં એવી ટકોર કરેલ છે કે, આવા પ્રકારની ગુનાહીત માનસ ધરાવતી વ્યક્તિને સમાજમાં છુટા મુકવાથી સમાજ વ્યવસ્થાને વીપરીત અસર પડે તેવી પુરતી સંભાવના રહેલ છે, તેમ ઠરાવી આરોપી મયંક સંધાણીને આજીવન કારાવાસની સખત કેદની સજા તથા દંડનો હુકમ સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.
આ કેસમાં ગુજરાત સરકારે સીનીયર એડવોકેટ તથા સૈરાષ્ટ્ર-કરછના સંખ્યાબંધ ચકચારી કેશોમાં સ્પે. પબ્લીક પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવતા અને ચકરારી કેસોમાં ગુનેગારોને સજા કરાવતા એડવોકેટ અનીલભાઇ આર. દેશાઇને સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નીમણુંક આપેલ હતી, મુળ ફરીયાદી કિશોરભાઇ થડેશ્વર વતી જામનગરના જાણીતા વકીલ અશોક એચ. જોશી તથા અડવોકેટ કોમલ એચ. ભટ્ટ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
