જામનગર: જાતીય સતામણીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતી એક મહિલાના મોબાઇલ ફોનમાં પુનિત ઉર્ફે બાડો ઉર્ફે પુનીયો બિપીનભાઇ દાણીધાર મારગી બાવાજી યુવાન દ્વારા પોતાના મોબાઇલ ફોનથી વોટસએપ દ્વારા કોલ કરી ઓળખ આપી અને ફરીયાદી મહિલાના પરિવારને ઓળખતો હોવાનુ જણાવી ફરીયાદીની સગીર વયની પુત્રીને પ્રેમ કરુ છુ અને ધરાર મળવાની માંગણી કરી તેમજ એડ્રેસની માંગણી કરતા ફરીયાદી મહિલાએ તેની દિકરીનું એડ્રેસ આપવાનો ઇન્કાર કરતા આરોપીએ તેમના મોબાઇલ ફોનમાંથી મહિલાને વોટસએપ મારફત બિભત્સ ફોટા મોકલી વારંવાર વોટસએપ કોલ કરી પજવણી કરેલ તેમજ અગાઉ ફરીયાદીના મોબાઇલ ફોનમાં ફરીયાદીની સગીર વયની દિકરીને આરોપીએ વોટસએપ કોલ કરી, ટેકસ મેસેજ કરી પજવણી કરી હતી ઉપરાંત વોટસએપમાં ખરાબ ફોટા મોકલી જાતીય સતામણી કરેલ અને ફરીયાદી મહિલા અનુજાતીના હોવાનું પોતે જણાવે છે તેમ છતા હેરાન પરેશાન કરી ગુનો કર્યો હતો.
જે બનાવ અંગે મહિલા દ્વારા જામનગર સીટી-એ ડીવીઝનમાં આરોપી વિરુઘ્ધ આઇપીસી કલમ તથા એટ્રોસીટી એકટ, આઇટી એકટ હેઠળ ફરીયાદ નોંધાવેલ, પોલીસે ચાર્જશીટ દાખલ કરી જામનગર એડી. સેશન્સ જજ આર.પી મોગેરાની અદાલતમાં કેસ ચાલી જતા અદાલત દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકિલ ધર્મેશ એચ. ગોંડલીયા, રવિરાજસિંહ કે. સોઢા તથા અનીતા રામવાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application