સિટી 'એ' ડિવિઝન ની સર્વલન્સ ટીમનો દરોડો: જામનગરમાં મહાપ્રભુજી બેઠક નજીકથી વેગેનઆર કારમાંથી દારૂના જથ્થા સાથે દંપતી ઝડપાયા
૧૦૮ નંગ દારૂની બોટલો: મોટરકાર, મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૦૫,૮૬,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરતી પોલીસ
આ દરોડાની વિગત મુજબ જામનગર શહેર ની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન દરમ્યાન સિટી એ ડિવિઝન ની સર્વલન્સ ટીમએ જી.જે.૦૬.ઇ.કયું.૨૩૧૫ નંબરની વ્હાઇટ વેગેનઆર કારને આંતરીને તલાશી લેતાં કાર ના ચોરખાનામાંથી પોલીસે રૂા.૫૬,૪૦૦/- ની કિંમતની ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ અને રૂા.૧૦ હજાર ની કિંમત ના ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ કિંમત રૂા.૩૦,૦૦/- અને રૂપિયા ૦૫ લાખ ની કિંમતની મારૂતિ સુઝુકી કંપની ની વેગેનઆર કાર સાથે વિનોદ નાનજીભાઇ દામા (ઉ.વ.૩૮, રહે.ડોકટર કટારીયા સાહેબ ના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.૫૯, જામનગર) અને પ્રિયાબેન વાઇફે ઓફ વિનોદ દામા (ઉ.વ.૩૭, રહે.ડોકટર કટારીયા સાહેબ ના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.૫૯, જામનગર) નામના દંપતીને દબોચી લઇ કુલ રૂા.૦૫,૮૬,૪૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
આ કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ વિપુલસિંહ ડોડીયા ના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમ ના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
