એક તરફ ખરાબાની જમીન બચાવવા માટે કોન્ટ્રાક્ટર અને ગૌશાળાના માણસો વચ્ચે જીવલેણ સંઘર્ષની નોબત આવી છે, ત્યારે બીજી તરફ જીઆઇડીસી એસોસિએશનનું આંતરિક રાજકારણ અને જૂથવાદ પણ સપાટી પર આવ્યા છે. ઔદ્યોગિક વર્તુળોમાં ચાલતી વ્યાપક ચર્ચાઓ મુજબ, તાજેતરમાં રચાયેલી ૨૧ સભ્યોની નવી કારોબારીમાં વહીવટી પીઢતા અને પરસ્પર સંકલનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, સમગ્ર ઉદ્યોગનગરના કચરાના નિકાલ માટેના અતિ મહત્વના એવા આ ડમ્પિંગ પ્લોટ પર ખુલ્લેઆમ દબાણ થઈ રહ્યું હોવા છતાં, એસોસિએશનના પદાધિકારીઓ બચાવ માટે ઘટનાસ્થળે ફરક્યા ન હતા. સમગ્ર વિવાદમાં માત્ર કોન્ટ્રાક્ટર જ પોતાની રીતે મેદાનમાં ઉતરીને માથાકૂટ કરી રહ્યો છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા અને મૌન ઉદ્યોગકારોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. આ ઘટનાએ ઔદ્યોગિક વસાહતના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને પોલીસ તપાસ બાદ જ વધુ સત્ય બહાર આવવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
