જામનગર: ઇબોલા વાઇરસના પગલે જી.જી.હોસ્પિટલમાં ૫૦ બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાશે
શુક્રવારે સાંજે ૫ વાગ્યે મળનારી મીટીંગમાં જી.જીના મુખ્ય ડોકટરો, કોર્પોરેશન અને જીલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી હાજર રહેશે: ગુજરાતમાં ઇબોલાનો એક શંકાસ્પદ કેસ આવતા તંત્ર એલર્ટ
આફ્રિકાના દેશો યુગાન્ડ, દક્ષિણ સુદાન વગેરે વિસ્તારમાં ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતા લોકો ચિંતામાં મુકાય ગયા છે ત્યાથી આવતા લોકોનું ભારત સરકારે સ્ક્રીનીંગ શરૂ કરવાની કાર્યવાહી ચાલી રહી છે ગુજરાતમાં પણ ઇબોલાનો એક કેસ શંકાસ્પદ જોવા મ્ળયો છે ત્યારે રાજય સરકારની સુચનાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ઇબોલાના રોગના દર્દીઓ માટે ૫૦ બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરાશે.
જી.જી.હોસ્પિટલમાં હાલ ૪૦ બેડ તો તૈયાર છે અને વધારાના ૧૦ બેડ મુકી દેવાશે તેમ હોસ્પિટલના અધિક્ષક ડો.વિજય પોપટે આજકાલ સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ તેમને કહ્યુ હતુ કે આવતી કાલે શુક્રવારે સાંજે ૫ વાગ્યે આ અંગેની મીટીંગ બોલાવવામાં આવશે જેમાં જી.જી.હોસ્પિટલના સીનીયર ડોકટરો, કોર્પોરેશન અને જીલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અસ્ધકારી પણ હાજર રહેશે અને સરકારની ગાઇડ શુ છે તે અંગે પણ જાણ કરવામાં આવશે.
૨૦૨૧ની સાલમાં કોરોનાના જીવલેણ રોગમાં પણ ૭૦૦ જેટલી પથારીઓ ૩ ઓકિસજન પ્લાન્ટ શરૂ કરાયા હતા ત્યારે આગામી સમયમાં ઇબોલા વાઇરસ સંભવિત આક્રમણ સામે પણ હોસ્પિટલનું તંત્ર તૈયાર છે અને ઝડપથી એક નવો ૫૦ બેડનો આઇસોલેશન વોર્ડ શ કરવામાં આવશે. ઇબોલા કોરોનાને મારફ ચામાચિડીયા ભક્ષણ દરમ્યાન આફ્રિકાના કોંગો દેશના જંગલમાંથી ઉભો થયેલો રોગ છે આ રોગથી દર્દીને શરીરમાં ફોલ્લા થાય છે અને તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે.
અમદાવાદમાં ૧૧ લોકોને હોમ આઇસોલેશન કરવામાં આવ્યા છે. બિઝનેશ ટુર પર આવેલા આફ્રિાકમાં રહેતા એક યુવકને શંકાસ્પદ ઇબોલા થતા તે વડોલદરા આવ્યો ત્યારે તેમના બ્લડનું પરીક્ષણ કરવામાં આવ્યુ છે. ઇતિહાસ જોઇએ તો ઇ.સ.૧૯૭૬માં પ્રથમ વખત એક વાઇરસ શોધાયો હતો અને નદી ઇબોલા પરથી તેનું નામ ઇબોલા વાઇરસ પડયું હતુ. ૨૦૧૯માં ઇબોલાની રસીને માન્યતા મળી હતી. ઇ.સ.૨૦૨૬માં ઇબોલાએ રૂપ બદલતા નવો વેરીયન્ટ બૂનડીબુજોહ શોધાયો જેની કોઇ વેકસીન નથી.
ઇબોલા વેરીયેન્ટના શરીર પર દેખાતા લક્ષણો:
વાઇરસથી ફેલાતા ઇબોલાનો ચેપ લાગ્યો હોય તો તેના લક્ષણો મોટેભાગે કોરોના જેવા દેખાય છે દર્દીને સખત તાવ આવવો, અતિશય થાક લાગવો, માથાનો તીવ્ર દુખાવો થવો, સ્નાયુ દુખવા, ગળામાં દુખાવો તેમજ ખોરાક ગળવામાં મુશ્કેલી પડવી દર્દીને રોગ વધુ થાય ત્યારબાદ સખત ડાયરીયા થવા જેમાં લોહી પણ પડવું, ઉલ્ટી, ઉબકા અને પેટમાં દુખાવો, છાતીમાં દુખવું શ્ર્વાસ લેવામાં તકલીફ થવી અસામાન્ય લોહી નીકળવુ, નાક અને પેઢામાં દુખાવો થવો, આંખમાં જાખપ આવવી, ખાલી ચડવા જેવા લક્ષણો દેખાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
