૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓએ તા.૨૩ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની કચેરીને અરજી કરવાની રહેશે
ગુજરાત સરકાર દ્વારા લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો યુવક-યુવતીઓમાં વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય અને ચૂંટણી વ્યવસ્થાની ઊંડી માહિતી મળે તેવા ઉમદા હેતુથી જામનગર જિલ્લા તથા શહેર કક્ષાએ “યુથ એસેમ્બલી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓને એક વિશિષ્ટ મંચ પૂરું પાડવામાં આવશે, જેમાં સહભાગીઓને નિર્ધારિત વિષયો પર પોતાના વિચારો રજૂ કરવા માટે ૫ થી ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે. આ સ્પર્ધામાં જિલ્લા અને શહેર કક્ષાએથી પસંદ થયેલા એક-એક વિજેતા ઉમેદવારને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.
જામનગર શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વધુમાં વધુ યુવાનો આ રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં જોડાય તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ જરૂરી ફોર્મ ભરીને તા.૨૩/૦૨/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ‘જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪૨, રાજપાર્ક પાસે, જામનગર’ ખાતે મોકલી આપવાના રહેશે. યુવા શક્તિના વિચારો થકી લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના આ અભિગમમાં જોડાવવા માટે જામનગરની યુવા પેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
