જામનગર તા.૨૩ ફેબ્રુઆરી, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની નવી સીરીઝ જીજે -૧૦-ઇકેનાં તમામ નંબર માટે તેમજ ટ્રાન્સપોર્ટ કેટેગરી માટેના વાહનો માટેની નવી સીરીઝ જીજે-૧૦-એટીનાં તમામ નંબર માટે ઈ-ઓકશનની પ્રક્રિયા તેમજ ટુ વ્હીલર ફોર વ્હીલર(LMV), ટ્રાન્સપોર્ટ (HGV,HPV), તેમજ કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ (OTH) પ્રકારના વાહનો માટેની તમામ જૂની સીરીઝમાં બાકી રહેલા સિલ્વર - ગોલ્ડન નંબર માટે ભાગ લેવા માટે ઈ-ઓકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ૨૫/૦૨/૨૦૨૬ થી ૦૧/૦૩/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી. ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૦૧/૦૩/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી તથા ઇ-ઓકશન નું પરિણામ ૦૩/૦૩/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે. ત્યારબાદ લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રેહશે.
વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે.
વાહન માલિક પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ના ગૂણાક માં વધારી શકશે.
ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી જામનગરનો સંપર્ક કરવાનો રેહશે.
પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
