જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢા પરથી અડધો ડઝનથી વધુ ગાયોના મૃતદેહ મળી આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. વાડીના માલિકે કાંટાળી તરમાં વિજ પ્રવાહ ચાલુ કરી દીધો હોવાથી તમામ ગાયના વીજ શોકથી મૃત્યુ નીપજયા હોવાનું અનુમાન કરાયું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો છે, અને તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના સેઢા પર એકી સાથે ૮ જેટલી ગાયો મૃત હાલતમાં જોવા મળી હતી, ઉપરાંત નજીકમાં અન્ય ગાયોના હાડપિંજર જેવા અવશેષો પણ દેખાયા હતા, તેથી અનેક ગૌ પ્રેમીઓમાં કચવાટ જોવા મળ્યો હતો, અને સ્થાનિક લોકોના ટોળા એકત્ર થયા હતા.
કેટલાક ગૌપ્રેમીઓએ તાબડતોબ વિડીયો બનાવી લઇ ચેલા ગામના આગેવાનને જાણ કરતાં તેમણે સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.
આથી પંચકોશી બી. ડિવિઝનના પી.આઇ. વી. એન. રાઠોડ અને તેઓની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સ્થળ પર જઈન નિરીક્ષણ કયુ હતું ઉપરાંત વાડીના સંચાલક રવી સતવારાને પોલીસ મથકે લઈ જઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન વાડી માલિકે પોતાની વાડીમાં કપાસનું વાવેતર કયુ હોવાથી તે પાકના રક્ષણના ભાગપે કાંટાળી તારમાં પશુઓથી બચવા માટે ઝટકા મશીન મારફતે વીજ પ્રવાહ ચાલુ રાખ્યો હતો. યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે નજીક આવેલા પીજીવીસીએલના વીજ થાંભલામાંથી ડાયરેકટ વિજ જોડાણ મેળવીને વિજ પ્રવાહ ચાલુ કર્યેા હોવાથી એકીસાથે આટલી બધી ગાયોના મૃત્યુ થયા હોવાનું અનુમાન થઈ રહ્યું છે. સમગ્ર મામલામાં પોલીસની ટીમ તપાસ ચલાવી રહી છે. આ બનાવને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તપાસના અંતે વધુ વિગતો સ્પષ્ટ્ર થશે જેના આધારે પોલીસ દ્રારા આગળની કાર્યવાહી કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
