જામનગરનો ઠેબા ચોકડી વિસ્તાર એટલે ટ્રાફિક નું અને અકસ્માત નું ઘર. આ એ સમયાંતરે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યાં ગઈકાલે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને પગલે વાહન ચાલકો આડેધડ વાહન ક્રોસિંગ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં અનેક લોકો કલાકો સુધી અટવાયા હતાં તહેવારોના વેકેશનને લઈ જામનગરના ચોકડી વિસ્તાર પર અવારનવાર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગઈકાલે રવિવારના સમયગાળા દરમિયાન બપોર બાદ સતત ચારથી પાંચ કલાક સુધી ટ્રાફિક ના દ્રશ્ય સામે આવ્યા હતા.
પોલીસ કે ટ્રાફિક વોર્ડન ન ડોકાયા હોવાથી વાહનચાલકો આડેધડ ક્રોસ કરતા હોવાથી ટ્રાફિક સર્જાઈ હતી. મોટી વાત તો એ છે કે ચારથી પાંચ કલાકના સમય સુધીમાં પણ પોલીસે ટ્રાફિક દૂર કરી વાહન વ્યવહાર પૂર્વરત કરવાની તસ્દી લીધી ન હતી. જેને લઇને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
