રખડતા ઢોરનો ત્રાસ કોઇ નવી બાબત નથી, વર્ષોથી જામનગરવાસીઓ આ સમસ્યાથી પરેશાન છે, ઉપરોકત તસવીર પંચવટી ગૌ શાળા વિસ્તારની છે, જોવા પરથી લાગે છે ને કે આ ગૌ-શાળા છે, જી નહીં વિસ્તાર ગૌ શાળા છે પરંતુ ગૌ-શાળા નથી, અહીં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે, બાળકો ઘરની બહાર નિકળી શકતા નથી અને હવે જીગર થામીને સાંભળો કે આ વિસ્તારમાં રાજયમંત્રી રીવાબા જાડેજા, આંતરરાષ્ટ્રિય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનો બંગલો છે.
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનો પણ આલીશાન બંગલો છે, આજકાલના નિવાસી તંત્રી તારીક ફાક અહીં રહે છે, પૂર્વ મેયર અને હાલના શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી આ વિસ્તારમાં રહે છે, આ ઉપરાંત ઘણી હસ્તીઓ અહીં વસવાટ કરે છે, સાંજના સમયે તો સ્થિતિ એવી થાય છે કે, વાહન લઇને નિકળો એટલે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલરને નાગણીની જેમ લહેરાવીને પસાર થવું પડે છે, આ જ ગાયોનો ધણ જયારે એકીસાથે ઉભો થઇ અને ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઇ જાય છે.
આશા રાખીએ કે જે પ્રકારના ધુરંધર વ્યકિતઓ પંચવટી ગૌ શાળા વિસ્તારમાં રહે છે કમસેકમ તેને ઘ્યાનમાં રાખીને ઢોરનો ત્રાસ દુર કરાવવો જોઇએ....કુતરાના ત્રાસની બીજી વખત ચર્ચા કરશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
