કચ્છમાં કંડલા ખાતે શુક્રવારે મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો અને ઉનાળો આવી ગયો હોય તેવી અનુભૂતિ લોકોને થઈ હતી. જો કે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ગઈકાલે 30 ડિગ્રીથી નીચે રહેવા પામ્યું હતું. દ્વારકામાં 29.4 ઓખામાં 27.6 વેરાવળમાં 29.9 અને દિવમાં 29.6 ડિગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે રહ્યું હતું.
શુક્રવારે મહત્તમ તાપમાનના મામલે કંડલા પછી બીજા સ્થાને રાજકોટ રહ્યું હતું. રાજકોટમાં ગઈકાલે 35.7 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં 34.3 વડોદરામાં 34 ભાવનગરમાં 32.7 ભુજમા 35 ડીસામાં 34.3 ગાંધીનગરમાં 34 પોરબંદરમાં 33.8 નલિયામાં 34 અને સુરતમાં 34.5 ડિગ્રી ગઈકાલે મહત્તમ તાપમાન હતું.
હિંદ મહાસાગરમાં બંગાળની ખાડીને લાગુ પડે તે મુજબના સાઉથ ઇસ્ટ દિશામાં આજે અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. 5.8 કિલોમીટરના એરિયામાં ફેલાયેલી આ સિસ્ટમ આવતીકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થશે઼. બીજી બાજુ સમગ્ર હિમાલયન રિજીયનને પ્રભાવિત કરે તેવું વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોમવારે ઉદભવશે. આ બંને સિસ્ટમના કારણે જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ આંદામાન નિકોબાર રાજસ્થાન તામિલનાડુ લક્ષદીપ કેરલા સહિતના રાજ્યોમાં વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે.
બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ઝડપથી પલટાઈ રહ્યું છે. કર્ણાટક કોકણ અને ગોવા માટે આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે ગરમ તથા ભેજવાળા વાતાવરણ માટે ચેતવણી આપવામાં આવી છે.
આજે દિવસનો પ્રારંભ પણ ગરમી સાથે થયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાન આજે 12 થી 20.9 ડિગ્રી સુધી નોંધાયું છે. અમરેલીમાં 14.6 ભાવનગરમાં 20.3 ભુજમાં 17.2 દ્વારકામાં ૧૯.૨ કંડલામાં 17 નલિયામાં 12 ઓખામાં 20.8 પોરબંદરમાં 16.6 રાજકોટમાં 16 અને વેરાવળમાં 20.9 ડિગ્રી આજનું લઘુતમ તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
