જામનગર તા.૦૫ ડિસેમ્બર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૮ કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૩.૨૫ કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ તકલીફોને ધ્યાનમાં રાખીને, આ રસ્તા પર સપાટી સુધારણા અને નવીનીકરણની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવા માટે માટીકામ, ગુણવત્તાયુક્ત ડામર કામ, સી.ડી. વર્ક્સ હેઠળ કલ્વર્ટ અને ડ્રેનેજ તેમજ રોડ ફર્નિચર અન્વયે સાઈનેજ, માર્ક્સ, વગેરે જેવી કામગીરીઓ કરવામાં આવશે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા ઉપરોક્ત રસ્તાની સપાટી સુધારણાની કામગીરીને અગ્રતા આપીને સત્વરે શરૂ કરાવી દેવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ પૂર્ણ કરાવવામાં આવશે.
આ માર્ગનું કામ પૂર્ણ થવાથી ટેભડા, ગોદાવરી સહિતના આસપાસના ગામો તરફ જતા હજારો વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને સુરક્ષિત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે, જેનાથી સમય અને ઇંધણની બચત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
