રાજકોટ, જામનગર અને દ્વારકા રેલવે સ્ટેશનો ઉપર ઉતારુલક્ષી સુવિધામાં આગે કદમ તરીકે ઉતારૂઓનો સામાન સાચવવા સ્માર્ટ ડિજિટલ લોકર સુવિધાની વ્યવસ્થા ત્રણ વર્ષના કરાર હેઠળ આઉટ સોર્સિંગથી શરૂ કરવામાં આવી છે.
આ નવી સુવિધા ખાસ કરીને એવા મુસાફરો માટે કે જેઓ થોડા કલાકો માટે રાજકોટ આવ્યા છે અને પોતાનો ભારે સામાન સ્ટેશન પર સુરક્ષિત મૂકીને શહેરની મુલાકાત લેવા માંગે છે, તેમાં અગાઉ ક્લોકરૂમની પ્રણાલી હતી, હવે આ ડિજિટલ લોકર સુવિધા રાજકોટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સ્થિત અપર ક્લાસ વેઇટિંગ હોલની નજીકના વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમાં રેલ્વે સ્ટાફ વગર સ્વયં સંચાલિત ક્લોક રૂમ જેવી સુવિધામાં સ્માર્ટ ડિજિટલ લોકર સિસ્ટમ રેલવે કર્મચારીની મદદ વગર જાતે જ પોતાનો સામાન રાખવા અને મેળવવાની સુવિધા આપે છે.
તે લોકર ઉપર QR કોડ આધારિત ઓટીપી એક્સેસ પર કાર્ય કરે છે. તમામ ચુકવણી ડિજિટલ અને કેશલેસ છે, જે પારદર્શિતા વધારે છે અને રોકડ વ્યવહારની જરૂરિયાત દૂર કરે છે.
રાજકોટ સ્ટેશન પર ડિજિટલ લોકર વપરાશના ચાર્જિસ ડિજિટલ લોકર પર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જે જોઇએ તો :- લાર્જ લોકર : ₹ 23.6 (1 કલાક), ₹ 70.8 (3 કલાક), ₹ 141.6 (6 કલાક), ₹ 283.2 (12 કલાક), ₹ 566.4 (24 કલાક)
એક્સ્ટ્રા લાર્જ લોકર : ₹ 35.4 (1 કલાક), ₹ 106.2 (3 કલાક), ₹ 212.4 (6 કલાક), ₹ 424.8 (12 કલાક), ₹ 849.6 (24 કલાક)ના નક્કી કરાયા છે. દ્વારકા અને જામનગર સ્ટેશન પર પણ શરૂ કરવામાં આવેલી આ સુવિધા ભારતીય રેલવેના આધુનિકરણનું આગેકદમ ગણાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
