દરેડ ગામે ગાયને ગર્ભાશય બાહર આવી જાવાની ગંભીર પીડામાંથી મુક્ત કરાવી ચંદ્રગઢ હરતું ફરતું પશુ દવાખાનાની ટીમે ગાયના જીવન બચાવ્યું। ગુજરાત સરકાર દ્વારા ઈ એમ આર આઈ જી એચ એસ મારફત કાર્યરત 1962 પશુ ઇમરજન્સી સેવા રાજ્યભરમાં પશુપાલકો માટે જીવનદાઈ સાબિત થઈ રહી છે.
જામનગર જિલ્લામાં આ સેવાની તાત્કાલિક અને માનવતા ભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં દરેડ ગામે જોવા મળ્યું હતું. દરેડ ગામના રહેવાસી એક પશુપાલકની ગાયને ગર્ભાશય બહાર આવી જવાની ગંભીર તકલીફ સર્જાતા પશુ-અસય પીડામાં મુકાઈ ગયું હતું આ પરિસ્થિતિમાં પશુપાલક દ્વારા તાત્કાલિક ઇએમઆરઆઇજીએચએસ સંચાલિત પશુ હેલ્પલાઇન નંબર 1962 પર સંપર્ક કરવામાં આવ્યો હતો.
કોલ મળતાની સાથે જ ચંદ્રગઢ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોક્ટર મીત ચૌધરી તેમજ પાયલટ કમ ડ્રેસર પ્રફુલભાઈ એમ્બ્યુલન્સ લઈને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા તાત્કાલિક નિરીક્ષણ કરીને પીડિત ગાયને તત્કાલ સારવાર તથા આવશ્યક સર્જરી કરીને ગાયને જીવનદાન આપ્યા। આ પરિસ્થિતિમાં ડોક્ટર દ્વારા કરાયેલ નિરીક્ષણમાં ગાયનું ગર્ભાશય સંપૂર્ણપણે બહાર આવી ગયેલું હોવાનું જાણવા મળ્યું હતું અત્યંત નાજુક સ્થિતિમાં પણ ટીમે સંયમ કુશળતા અને તબીબી નીપુણતા સાથે લગભગ બે કલાકની મહેનત બાદ ગાયને સફળતાપૂર્વક ગર્ભાશયને પીડામાંથી મુક્ત કરી પશુ જીવન બચાવ્યું હતું.
આ ઘટના દરમિયાન પ્રત્યક્ષ દર્શી બનેલા પશુપાલક અને સ્થાનિક રહેવાસીઓ એ 1962 પશુ ઈમરજન્સી સેવાનો લાભ મળ્યો હોવાનો સંતોષ વ્યક્ત કરી ગુજરાત સરકારની આ મહત્વપૂર્ણ પશુ આરોગ્ય સેવા ને બિરદાવી હતી. સમયસર સહાય મળવાથી પશુપાલકોના આર્થિક નુકસાનને પણ ટાળવામાં સફળતા મળી હતી. ગુજરાત સરકારની 1962 પશુ ઈમરજન્સી સેવા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પશુપાલકો માટે આશા ની કિરણ બની રહી છે પશુપાલક તેમજ ગ્રામ્ય અર્થતંત્રના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે પ્રોજેક્ટ કોર્ડીનેટર ચિંતનભાઈ પંચાલ તેમજ પ્રોગ્રામ મેનેજર શ્રી ડોક્ટર શોએબ ખાન વધુમાં જણાવતા તેમને જણાવ્યું કે સરકારની વિના મૂલ્ય આ ફ્રી સેવાનો લાભ લેવા જણાવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
