જામનગર તા. ૨૧ જાન્યુઆરી, ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે Agristack Project અમલમાં મુકવામાં આવ્યો છે. Agristack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવ્યુ છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડી ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર પૂરો પાડવાનો છે.
ભારત સરકાર દ્વારા PM KISAN યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે.
આથી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારો તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકશે. તદઉપરાંત ખેડૂત દ્વારા જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકાય છે. ફાર્મર રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવી/લઈ જવાની રહે છે. તેમ જામનગર મદદનીશ ખેતી નિયામક (વિ.) પેટા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
