જામનગર : રાજયના પ્રવાસે આવી રહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ શનિવારે સંભવત: કરશે દ્વારકાધિશના દર્શન

  • October 04, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના પ્રવાસે આવી રહેલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંભવત આવતા શનિવારે દ્વારકાધિશના દર્શને આવશે, રાષ્ટ્રપતિ તા. ૯ થી ૧૧ દરમ્યાન સાસણમાં સિંહ દર્શનનો કાર્યક્રમ જાહેર થયો છે.


દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા. ૯ થી ૧૧ સપ્ટેમ્બરનો સૌરાષ્ટ્ર પ્રવાસનો કાર્યક્રમ નકકી થયો છે રાષ્ટ્રપતિ તા. ૯ ગુ‚વારે દિલ્હીથી સાંજના ૭ વાગ્યે એર ક્રાફટમાં રાજકોટ આવી પહોચશે અને રાત્રી રોકાણ રાજકોટ સરકીટ હાઉસ ખાતે કરશે ત્યાર બાદ તેઓ શુક્રવારે વહેલી સવારે સાસણગીર પહોચી સિંહ દર્શન કરશે.


વધુમાં જાણવા મળ્યા મુજબ તા. ૧૧ શનિવારના રોજ સંભવત દ્વારકાધીશના દર્શનાર્થે આવશે તેમ અધિક કલેકટર દ્વારકાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. રાષ્ટ્રપતિ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા હોય પોલીસ સ્ટાફ દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારકાના પ્રવાસે આવવાના હોય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સુરક્ષા માટેના તમામ પગલાઓ લેવામાં આવી રહયા છે. A



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application