#aajkaal team
હાલ દિવાળીના વેકેશનમાં ગુજરાતના ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. સૌરાષ્ટ્રના મોટા મંદિરોમાં રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થી ઓ આવી રહ્યા છે. ત્યારે આજે દ્વારકામાં મોટી દુર્ઘટના ટળી છે. દર્શનાર્થીઓની ભીડ બેકાબૂ થતા ભીડ નિયંત્રણ કરતો ગેટ ધરાશાયી થયો હતો. આથી થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઇજા ન પહોંચતા તંત્ર સહિત મંદિર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દ્વારકાધીશ મંદિરમાં તહેવાર ટાણે લોકોને રજા હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે પહોંચી હતી. આજે મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. મંદિર તરફ આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા એટલી વધી ગઈ હતી કે હંગામી ધોરણે વ્યવસ્થા જાળવવા માટે ઊભો કરવામાં આવેલો ગેટ નંબર. 2 ભીડનું દબાણ સહન ન કરી શકતા અચાનક તૂટી પડ્યો હતો. આ ઘટનાને કારણે દર્શનાર્થીઓમાં ગભરાટ ફેલાયો અને ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે, ગેટ તૂટવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં જ મંદિરના સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ભીડને નિયંત્રિત કરીને દર્શન વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
