દેશભરમાં નાતાલ પર્વની ગઇકાલે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ચર્ચો અને કેથોલીક સ્કુલોમાં નાતાલ પર્વની ઉજવણી થઇ હતી અને ચર્ચો તેમજ શાળાઓ પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે, ત્યારે જામનગરમાં એકમાત્ર કેથોલીક ચર્ચમાં ૨૪ ડીસેમ્બર રાત્રે ૧૨ વાગ્યે ઇસુખ્રિસ્તના જન્મના વધામણા કરવામાં આવ્યા હતાં.
બહોળી સંખ્યામાં કેથોલીક પરીવાર ઉમટી પડયું હતું, તદુપરાંત શહેરની સેન્ટ ઝેવીયર્સ તેમજ સેન્ટ મેરી, સેન્ટ ગ્રેગોરીયસ અને સેન્ટઆન્સ શાળાઓમાં ક્રિસમસની ઉજવણી કરાઇ હતી જેમાં શાળાઓ પર રોશનીનો ઝગમગાટ સહીત ઇશુખ્રિસ્તના જન્મની ઝાંખીઓ દર્શાવવામાં આવી હતી, તદુપરાંત શહેરના કેટલાક વેપારીઓ દ્વારા શોરૂમની બહાર પણ બાળકોને રીઝવવા માટે સાન્તાનું વેશ ધારણ કરીને બાળકોને ગીફટ આપવામાં આવી હતી તેમજ શહેરના અન્ય ચર્ચમાં પણ નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
