ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે. આજે અમદાવાદમાં મળેલી જીએસએફએની 48મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં જીએસએફએના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. જી.એસ.એફ.એ.ના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે એએફસી અંડર-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે અંડર-17 અને અંડર-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે એસએએફએફ વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી એએફસી ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.
જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે. જી.એસ.એફ.એ. સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે ફિફા કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી ફિફા ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા.
આ વર્ષે ગુજરાતમાં એઆઇએફએફ ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવાના જીએસએફએ દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયાસોના હવે સારાં પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે તે અંગે આનંદ વ્યક્ત કરતાં જીએસએફએના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આરઆઇએલના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, જીએસએફએ દ્વારા 2025-26 દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ એઆઇએફએફ અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને 30થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો પરિમલ નથવાણીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે વધુને વધુ સીએસઆર ફંડ વિવિધ કંપનીઓ તેમજ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થાય તો રાજ્યમાં ફૂટબોલના માળખાનો ઝડપથી વિકાસ થઈ શકે છે તે બાબત પર ભાર મૂકાયો હતો.
જીએસએફએના મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું અને સભ્યો સમક્ષ વાર્ષિક ઑડિટેડ હિસાબો રજૂ કર્યા હતા.
આ એજીએમમાં જીએસએફએના ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, ખજાનચી અંકિત પટેલ તેમજ જીએસએફએ સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જીલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
