જામનગર તા.૦૩ ડિસેમ્બર, જામનગર સ્થિત ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી વિભાગ દ્વારા રાષ્ટ્રીય દાંત સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ઇન્ડિયન એસોસિયેશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના સૂચન અનુસાર જનસમુદાયમાં મોઢાની સ્વચ્છતા અને દાંતની સાચી સંભાળ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમના સંકલનકર્તા અને વિભાગના નિષ્ણાત ડૉ. રોહિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના ફેકલ્ટી સભ્યો દ્વારા દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિનું મોડેલની મદદથી જીવંત નિદર્શન રજૂ કરવામાં આવ્યું અને મોઢાની સ્વચ્છતા અંગે જાગૃતિ પ્રવચન આપવામાં આવ્યું હતું.
પ્રવચનમાં તેમણે દાંત અને દાઢની આસપાસ જામતા પ્લેકને દૂર કરવાના રસ્તાઓ, યોગ્ય બ્રશની પસંદગી, દિવસમાં બે વખત દાંત સાફ કરવાની આવશ્યકતા અને પેઢાની સંભાળ વિશે વિગતવાર સમજણ આપી હતી.મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય બ્રશિંગ ઉપરાંત અન્ય જીવનશૈલીના પાસાઓ પર પણ ધ્યાન દોરવામાં આવ્યું. તેમાં સારો આહાર, ખાંડવાળો ખોરાક ટાળવો, તમાકુના દૂષણોથી દૂર રહેવું અને નિયમિતપણે ડેન્ટલ ચેક-અપ કરાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો.
લોકોમાં હકારાત્મક વલણ વધારવા અને સ્વસ્થ સ્મિતને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ "હેલ્ધી સ્માઈલ સેલ્ફી બૂથ"નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું.
કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લગભગ ૧૦૦ જેટલા લોકોને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું. સ્થળ પર પોસ્ટર, બેનર અને હેલ્થ એજ્યુકેશન ચાર્ટનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, તેમજ સામાન્ય લોકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટ અને IEC સામગ્રી આપીને દાંતની સંભાળ અંગે માહિતી પહોંચાડવામાં આવી.
સંસ્થાના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ દ્વારા લોકોમાં દાંત સાફ કરવાની યોગ્ય પદ્ધતિ અને રોજિંદી મૌખિક સ્વચ્છતા અપનાવવાની પ્રેરણા આપવામાં સફળતા મળી છે. વિભાગના તમામ ફેકલ્ટી સભ્યોના સક્રિય સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
