આ કોંફરન્સ વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે, અને વ્યવસાયિક આરોગ્ય, સુરક્ષા અને સુખાકારી ક્ષેત્રમાં દેશના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય મંચોમાંથી એક તરીકે ઓળખાય છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૫૫૦ કરતાં વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કોંફરન્સમાં પૂર્વ-પરિષદ વર્કશોપ્સ, ૪૪ મહેમાન વક્તાઓના સત્રો અને સિમ્પોઝિયમ, ૫ મુખ્ય પ્રવચન સત્રો તથા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા ૭ ગૌરવપૂર્ણ ઓરેશનો યોજાશે. ઉપરાંત, વ્યવસાયિક આરોગ્ય નિષ્ણાતો દ્વારા ૧૦૬ વૈજ્ઞાનિક સંશોધન પેપર્સ અને ઇ-પોસ્ટર રજૂ કરવામાં આવશે.
કોન્ફરન્સ દરમિયાન વ્યવસાયિક આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રની નવીનતમ તકનીકો દર્શાવતું ઔદ્યોગિક પ્રદર્શન પણ યોજાશે. આ કોન્ફરન્સ દરમિયાન ૮૦થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે, જે કામદારોના આરોગ્ય અને સુખાકારીને આર્થિક પ્રગતિ તથા પર્યાવરણીય સંરક્ષણના કેન્દ્રસ્થાને રાખીને નવી દિશાઓ માટે પ્રેરણા આપશે.
આ કોંફરન્સના આયોજક સમિતિને ગૌરવ છે કે પી. એમ. શાહ, નિયામક, ઔધોગિક સલામતી અને આરોગ્ય નિયામક કચેરી, ગુજરાત સરકાર, આ પરિષદના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત, મહેમાન વિશેષ તરીકે ડો.નંદિની દેશાઈ, ડીન, એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સને ભવ્ય સફળતા અપાવવા માટે કોન્ફરન્સ ડિરેક્ટર ડો. આર. રાજેશ, આયોજક અધ્યક્ષ ડો. કીર્તિ ચુડાસમા તથા આયોજક સચિવ ડો. ભાવેશ એસ. ખોડડિયાના નેતૃત્વ હેઠળ આયોજન સમિતિ સંપૂર્ણ સમર્પણ અને મહેનત સાથે કાર્ય કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
