છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આયોજિત એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને ઉચ્ચ અધિકારીઓના કાફલાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડુંગરાળ વિસ્તારમાં આવેલા અતિ બિસ્માર અને કીચડવાળા કાચા રસ્તાના કારણે મંત્રીની પોતાની કાર આગળ વધી શકી નહોતી. અંતે પરિસ્થિતિને પહોંચી વળવા માટે મંત્રીએ પોતાની ગાડી છોડીને મામલતદારની ગાડીમાં બેસીને આગળનો પ્રવાસ કરવો પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને તંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો કવાંટ તાલુકાના અંતરિયાળ હાફેશ્વર અને માનુકલા ગામે જઈ રહ્યો હતો. આ વિસ્તારોમાં નવી નિર્માણ પામેલી 'કન્ટેનર શાળા'ના ઉદ્ઘાટનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ આ ગામો તરફ જતો અંદાજે છ કિલોમીટર જેટલો માર્ગ અત્યંત કાચો, કીચડથી ભરેલો, ઉબડખાબડ અને ડુંગરના ભારે ઢોળાવવાળો હતો. રસ્તાની ખરાબ સ્થિતિને કારણે મંત્રીની કાર ત્યાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેમ નહોતી.
રસ્તાની ભયાનક અને જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે તાત્કાલિક જેસીબી મગાવવામાં આવ્યું હતું. કીચડવાળા અને ખરાબ માર્ગ પર ઉતાવળે માટી અને કાંકરી નાખીને પુરાણ કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેથી વાહનો નીકળી શકે તેવો હંગામી રસ્તો બનાવી શકાય. માર્ગને થોડો વ્યવસ્થિત કર્યા બાદ જ મંત્રી અને અધિકારીઓનો કાફલો માંડ-માંડ આંબાડુંગરના માનુકલા ગામે પહોંચી શક્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
રાજ્યના શિક્ષણ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સામે જ બનેલી આ ઘટનાએ છોટાઉદેપુરના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોના રસ્તાઓની વાસ્તવિકતા અને બિસ્માર માર્ગોની પોલ છતી કરી દીધી છે. સ્થાનિક ગ્રામજનો અને આસપાસના લોકો માટે આવા રસ્તાઓ પરથી દરરોજ પસાર થવું કેટલી મોટી મુશ્કેલી સમાન છે, તે આ કિસ્સાથી સ્પષ્ટપણે સાબિત થાય છે. વીઆઈપી કાફલો ફસાઈ જતાં તંત્રએ તાત્કાલિક જેસીબીથી રસ્તો બનાવવો પડ્યો, પરંતુ સ્થાનિકો લાંબા સમયથી આવી મુશ્કેલીઓ વેઠી રહ્યા હોવાની ચર્ચાઓ પણ જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
