ક્રિકેટર કુલદીપ યાદવે 14 માર્ચે મસૂરીમાં વંશિકા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ, મંગળવારે (17 માર્ચ) લખનઉમાં હોટેલ સેન્ટ્રમ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ, રાજકીય અને વ્યવસાયિક જગતના ઘણા અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ તેની પત્ની રીવાબા જાડેજા સાથે લખનઉમાં કુલદીપના રિસેપ્શનમાં હાજરી આપી હતી. કુલદીપ જાડેજાને જોઈને ખૂબ ખુશ દેખાતો હતો. કુલદીપ રીવાબાને પગે લાગ્યો ત્યારે રીવાબાએ તેના ઓવારણા લીધા હતા.
કુલદીપના સ્વાગતમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવથી લઈને રાજકીય હસ્તીઓ પણ હાજર રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન પણ હાજર રહ્યા હતા. શિખર ધવન તેની નવી દુલ્હન સોફી શાઇન સાથે લગ્નમાં પહોંચ્યો હતો. ઋષભ પંત અને લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના અન્ય ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.Kuldeep Yadav touched the feet of Rivaba and Ravindra Jadeja.
— Tejash (@Tejashyyyyy) March 18, 2026
The way Rivaba blessed Kuldeep was heartwarming ?❤️ pic.twitter.com/FGwsl6nH1r
આ ભવ્ય સ્વાગત દરમિયાન કુલદીપ યાદવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. કુલદીપે પણ અખિલેશ યાદવના ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂકીને પૂર્વ મુખ્યમંત્રીએ તેમને ભેટી પડ્યા હતા. અખિલેશ યાદવના આ હાવભાવની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. કુલદીપની પત્ની વંશિકાનો અખિલેશ યાદવના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ માંગવાનો એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ હાવભાવની ખૂબ પ્રશંસા કરી છે.
કુલદીપના લખનઉ રિસેપ્શનમાં યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા હાજર રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને હાસ્ય કલાકાર હર્ષ ગુજરાલે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
