રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા ખેલાડીઓને DBT દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે.
જોકે, ઝોનકક્ષા, મહાનગરપાલિકા કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ પૂર્ણ થઈ જવા છતાં હજુ પણ ઘણા વિજેતા ખેલાડીઓના DBT ફોર્મ સંબંધિત સ્પર્ધાના આયોજકોને મળ્યા નથી. આથી, જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી જામનગર દ્વારા વિજેતા ખેલાડીઓને જણાવવામાં આવે છે કે જેમના પણ DBT ના ફોર્મ આયોજકને જમા કરાવવાના બાકી હોય, તેઓ તા.૨૦/૧૨/૨૦૨૫ સુધીમાં વિલંબ કર્યા વિના સંબંધિત સ્પર્ધાના આયોજકને આ ફોર્મ અચૂક જમા કરાવી આપે.તા.૨૦/૧૨/૨૦૨૫ બાદ કોઈ પણ ખેલાડીના DBT ફોર્મ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
ત્યારબાદ જો કોઈ ખેલાડીને નિયત સમયમર્યાદામાં ફોર્મ જમા ન કરાવવાના કારણે રોકડ પુરસ્કાર નહિ મળે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ખેલાડીની અંગત રહેશે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસરકારે જૂની પેન્શન યોજના અંગે આપી મોટી અપડેટ, સરકારી કર્મચારીઓ માટે જાણવું ખૂબ જ જરૂરી
July 27, 2026 01:25 PMહાલારમાં એક જ દિવસમાં બે શિક્ષકોના જીવ લેતો કાળમુખો હાર્ટએટેક
July 27, 2026 01:20 PMજામનગર: જામજોધપુર નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝબ્બે : કુલ ૪૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે
July 27, 2026 01:11 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
